ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)

જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ઉપલબ્ધ ન હોય અને ઘરમાં ચણાનો લોટ પડ્યો હોય ત્યારે ઢોકળી નું શાક બનાવવાનો સૌથી સારો ઓપ્શન છે .ઢોકળી નું શાક સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને નાના મોટા સૌને ભાવે છે ,એવુ આ ઢોકળીનું શાક મેં આજે બનાવ્યું છે
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ઉપલબ્ધ ન હોય અને ઘરમાં ચણાનો લોટ પડ્યો હોય ત્યારે ઢોકળી નું શાક બનાવવાનો સૌથી સારો ઓપ્શન છે .ઢોકળી નું શાક સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને નાના મોટા સૌને ભાવે છે ,એવુ આ ઢોકળીનું શાક મેં આજે બનાવ્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ૨ ગ્લાસ પાણી ગરમ મૂકો.પાણી ઉકળવા લાગે પછી તેમાં હળદર,મીઠું, તેલ, આદુ મરચાંની પેસ્ટ અને હિંગ નાખી બધુ બરાબર હલાવી નાખો.
- 2
- 3
પાણી ઉકળવા લાગે પછી જ તેમાં ચાળેલો ચણાનો લોટ થોડો થોડો કરીને અને ધીરે ધીરે ઉમેરો અને સાથે હલાવતાં જાઓ. એક જ દિશામાં સતત હલાવતા જાઓ જેથી તેમાં ગાંઠા નહીં પડે તેનું ધ્યાન રાખવું.પછી તપેલી ઉપર જે ઢાંકણ ઢાંકી એ તેમાં થોડુંક પાણી નાખીને મૂકવું.
- 4
હવે ચણાના લોટના આ મિશ્રણને ઢાંકણું ઢાંકીને ૧૦થી ૧૫ મિનિટ સુધી પાણીની વરાળ એ ધીમા તાપે પાકવા દો.૧૫ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો અને પાંચ મિનિટ પછી તેને એક થાળીમાં તેલ લગાવીને પાથરી દો.
- 5
ઠંડુ થઈ જાય પછી તેના ટુકડા કરી લો. હવે શાક વધારવા માટે એક વાસણમાં તેલ મૂકો. પછી તેમાં રાઈ જીરૂ અને મીઠો લીમડો નાખો અને હલાવી નાખો. પછી તેમાં કાપેલો કાંદો ઉમેરો.કાંદો ગુલાબી રંગનું થઈ જાય પછી તેમાં ટામેટુ કાપીને નાંખો.
- 6
હવે તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ, મરચાની ભૂકી, ધાણાજીરૂ,ગરમ મસાલો અને મીઠું નાખી બધું હલાવી નાખો. ટામેટું અને અને મસાલો પાકી જાય પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો.
- 7
- 8
શાકનું પાણી ઉકળી જાય પછી તેમાં ચણાના લોટની ઢોકળી ના ટુકડા ઉમેરો અને હલાવો.પછી તેને પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને ધીમા તાપે પાકવા દો.
- 9
- 10
ઢોકળીનું શાક બનીને તૈયાર છે તેને ગરમાગરમ રોટલી અથવા વાત સાથે પીરસો. આ શાક સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. તમે પણ જરૂરથી બનાવજો.
Keywords
Similar Recipes
More Recipes
- સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
- પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
- જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
- કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
- સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)
































ટિપ્પણીઓ (20)