કેસર અંગુરી રસમલાઈ (Kesar Angoori Rasmalai Recipe In Gujarati)

#mr
મિલ્ક એક સંપૂર્ણ આહાર છે. મિલ્કમાંથી જાત - જાતની મીઠાઈ આપણે બનાવતા હોય છે. આજે મે મિલ્કમાંથી બનતી રસમલાઈ મીઠાઈ બનાવી છે.
કેસર અંગુરી રસમલાઈ (Kesar Angoori Rasmalai Recipe In Gujarati)
#mr
મિલ્ક એક સંપૂર્ણ આહાર છે. મિલ્કમાંથી જાત - જાતની મીઠાઈ આપણે બનાવતા હોય છે. આજે મે મિલ્કમાંથી બનતી રસમલાઈ મીઠાઈ બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા દૂધને ગરમ કરીને લીંબુનો રસ ઉમેરી 2 મિનિટમાં જ દૂધમાંથી પનીર છૂટું પડી જશે. પનીરને કોટન કપડામાં રાખી ચારણીમાં નીતારી લો. પાણી નિતરી જાય એટલે પનીરને થાળીમાં લઈ એક સ્પૂન કોર્નફ્લોર ઉમેરીને હાથની હથેળી વડે 7 થી 8 મિનિટ મસળી લો.
- 2
હવે મિશ્રણમાંથી નાના રસગુલ્લા બનાવી લો. અને ગેસ પર નોનસ્ટિક પેનમાં સાકર ડૂબે એટલું પાણી એડ કરીને ચાસણી બનાવી લો.
- 3
ચાસણી તૈયાર થઈ જાય એટલે રસગુલ્લા ને ચાસણીમાં ઉમેરીને ઢાંકણ ઢાંકી 10 મિનિટ કૂક થવા દો. (વચ્ચે- વચ્ચે 1સ્પૂન જેટલું પાણી ઉમેરતું જવુ. આ પ્રોસેસ કરવાથી રસગુલ્લા સોફ્ટ અને સ્પોનજી બનશે.) એક બાઉલમાં બરફનું પાણી કરીને બધા રસગુલ્લા રાખી દો.
- 4
હવે ગેસ પર કડાઈમાં મિલ્ક ઉમેરીને ગરમ કરીને 2 થી 3 ઉભરા આવી જાય એટલે દળેલી સાકર,મિલ્કપાવડર, એલચીપાવડર, કેસર,એડ કરી લો ફ્લેમ પર 15 થી 20 મિનિટ ઉકળવા દો.અને રૂમટેમ્પરેચર પર મિલ્ક ઠંડુ પળવા દો.
- 5
હવે ઠંડા થયેલા મિલ્કમાં રસગુલ્લાં એડ કરીને બદામ, પિસ્તાની કતરણ થી ગાર્નીસ કરી ને ફ્રીઝમાં 7 થી 8 કલાક રાખીને સર્વ કરો.
- 6
તૈયાર છે આપણી કેસર અંગૂરી રસમલાઈ..
નોંધ :- હું મારી સ્વીટ રેસિપીમાં ખાંડની બદલે સાકરનો ઉપયોગ કરું છું.
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (20)