બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૧ કાઢી મા ૨ ચમચી તેલ ગરમ મૂકી તેમાં જીરું એન્ડ વરિયાળી નાખો. જીરું લાલ થાય એટલે લીલું મરચું, ડુંગળી અને બટેકા નાખી સાંતળો. થોડી હળદર અને મીઠું નાખી ઢાંકી ને ૫-૭ મિનિટ ચઢવા દો.
- 2
બીજી બાજુ પૌવા ને ચોખ્ખા પાણી થી ૨ વાર ધોઈને ૧૦ મિનિટ પલાળી દો. અને પલાળેલા પૌવા મા હળદર, મીઠું, ખાંડ અને લીંબનો રસ નાખી ને મિક્સ કરો.
- 3
હવે કાઢી નું ઢાંકણ ખોલી ડુંગળી બટાકા ને હલાવી લો. ડુંગળી બટાકા ચઢી ગયા હશે. પછી તેમાં પૌવા નાખી ઉપરથી ગરમ મસાલો નાખી મિક્સ કરો. પછી ઢાંકીને ૫ મિનિટ ચઢવા દો. તૈયાર છે ગરમા ગરમ બટાકા પીવા.
- 4
સમારેલી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15634762




ટિપ્પણીઓ (4)