સાબુદાણા ની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)

Rita Vaghela @aarvi55
સાબુદાણા ની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને સારી રીતે સાફ કરી. ધોઈ અને એક કલાક માટે પલળવા દો.
- 2
બટાકા ને ધોઈ છાલ ઉતારી અને મીડિયમ જીણા સુમારી લેવા. ટામેટાં અને મરચા ને ઝીણા સમારી લેવા. આદુને ઝીણું ખમણી લેવું સીંગદાણાનો ભૂકો કરી લવો.
- 3
પ્રેસર કુકરમાં ૨ ચમચા તેલ ગરમ કરી.તેમાં જીરું અને મીઠા લીમડાના પાન નાખી અને બટાકા નો વઘાર કરવો.સારી રીતે હલાવી અને તેમાં ચટણી, મીઠું,હળદર નાંખી સારી રીતે મિક્સ કરવું.
- 4
તેમાં ટામેટાં મરચા આદુ નાંખી બરાબર મિક્સ કરવું
- 5
કુકર ઠરી ગયા પછી ખોલી અને સાબુદાણા માંથી સાવ પાણી નિતારી અને તેની અંદર નાખી મિક્સ કરી લેવા લીંબુનો રસ પણ તેમાં નાખી દેવો. કુકર ફરી ગેસ પર ચડાવવાનું નથી. પાંચેક મિનિટ કુકર ફરી બંધ કરી દેવું.પછી ઉપર કોથમીર નાખી ઠંડી છાશ સાથે ગરમ ગરમ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15650263













ટિપ્પણીઓ