ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં તેલ લઇ જીરુ ઉમેરી થયા બાદ તેમાં ડુંગળી ઉમેરો થયા બાદ આદુ મરચાની પેસ્ટ લસણ ઉમેરી ધીમી આંચ પર પાંચ મિનિટમાં થવા દો. થોડું થયા બાદ તેમાં ટામેટાં ઉમેરો ટામેટાં એકદમ થયા બાદ તેમાં મરચું પાઉડર, પાવભાજી મસાલો,ચાટ મસાલો, ધાણાજીરુ પાઉડર મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. હવે કોથમીર છાંટી આ રીતે મસાલો તૈયાર કરવાનો છે.
- 2
હવે બાઉલમાં બટર લઇને ઝીણું સમારેલું લસણ અને કોથમીર ચીલી ફ્લેક્સ ઓરેગાનો ઉમેરી ગાર્લિક બટર તૈયાર કરી લો. ત્યારબાદ પાઉં ને વચ્ચેથી કટ કરી તૈયાર કરેલો મસાલો લગાવી લો. બીજી બાજુ ગાર્લિક બટર લગાવી લો. આ રીતે બધા જ પાઉં તૈયાર કરી લો. ત્યારબાદ પાઉં ને કટ કરી પ્લસ શેપમાં કટ કરી લો. અને ફરી પાઉં પર અને કટીંગ પર ફિલ અપ કરો.
- 3
ત્યારબાદ તેને ૧૬૦ ડિગ્રી પર 20 મિનિટ માટે ગ્રીલ માટે મૂકી દો. બટર લગાડી તવા પર શેકી શકો છો.
- 4
હવે તૈયાર છે ગરમા ગરમ ચીઝ મસાલા પાઉ બધા બાળકોને પસંદ પડે એવાં ચટાકેદાર બને છે.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (9)
Interesting Dish👌👌👌👌