હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)

હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ૨ કપ પાણી લઈ ગરમ કરો.પછી તેમાં પાલકના પાન પાણીથી ધોઈને ગરમ પાણી માં એડ કરો. પછી ગરમ પાણી માંથી લઈ તરત જ ઠંડા પાણીમાં બાફેલી પાલક મૂકો.
- 2
એક પેનમાં બે ચમચી ઘી લઈ ઘી ગરમ થાય એટલે તેમાં જીરુ,આદુ,લીલા મરચાના ટુકડા સાંતળો.પછી તેમાં કેપ્સિકમના ટુકડા, ફ્રોઝન વટાણા,બાફેલી પાલકમાંથી પાણી કાઢી ને એડ કરો.હવે તેમાં હળદર અને મીઠું નાખી હલાવી પાંચ મિનિટ ચડવા દો.ચડી જાય એટલે ગેસ બંધ કરો. પછી મિક્સરને ઠંડુ થવા દો. હવે મિક્સર જારમાં વટાણા,કેપ્સીકમ અને પાલકની ભાજી બાફેલી લઈ તેમાં કોથમીર અને ફુદીનાના પાન નાંખી ક્રશ કરો. હવે કબાબનો મિક્સર તૈયાર.એક બાઉલમાં કાઢી લો.
- 3
પછી તેમાં બાફેલા બટાકાનો માવો,સંચળ પાઉડર,શેકેલા જીરાનો પાઉડર,ગરમ મસાલો,આમચૂર પાઉડર,મીઠું,હળદર એડ કરો. હવે શેકેલા ચણા નો લોટ અને બ્રેડ ક્રમ્સ અંદર એડ કરો.પછી હાથથી બધી જ વસ્તુને મિક્સ કરો.તેનો લોટ તૈયાર કરો.હવે કબાબને વાળવા તેલ હાથમાં લઇ થોડું મિક્સર લઈ ગોળ કરી શેપ આપી દો. તૈયાર કરેલા કબાબ અને બ્રેડ ક્રમ્સ માં રગદોળી દો.
- 4
એક પેનમાં તેલ ગરમ થાય એટલે કબાબ મૂકી બંને સાઇડ ક્રિસ્પી થાય એટલે એક પ્લેટમાં કાઢી લો.ઉપરથી ચાટ મસાલો નાખો. રેડી છે હરા ભરા કબાબ.
- 5
તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો.ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
- સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati)
- સ્ટફડ હરાભરા કબાબ (stuffed Hara bhara kabab recipe in Gujarati)
- રાબ (Raab Recipe In Gujarati)
- ટોમેટો ગાર્લિક ચટણી સેન્ડવીચ ઢોકળા (Tomato Garlic Chutney Sandwich Dhokla Recipe In Gujarati)
- વેજ તુફાની પંજાબી સબ્જી (Veg Toofani Punjabi Sabji Recipe In Gujarati)




ટિપ્પણીઓ