પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ની ભાજી ને ધોઈ લો.હવે એક પેનમાં પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો.ઊકળી ગયેલા પાણી માં પાલક ની ભાજી ને ૧ મિનિટ માટે નાખો ત્યાર પછી બીજા એક વાસણ માં ઠંડું પાણી લો અને આ ગરમ ભાજી ને તરત એમાં નાખી દો.
- 2
આવુ કરવાથી ભાજી નો જે લીલો કલર છે તે જળવાઈ રહેશે.ઠંડી ભાજી ને મિક્સર માં ક્રશ કરી લો એની સાથે તેમાં છીણેલું આદુ તેમજ ૧ નંગ લીલું મરચું નાખવું.હવે એક કડાઈમાં તેલ તેમજ માખણ લો બને થોડા ગરમ થઇ જાય પછી તેમાં જીરૂં, હિંગ, વાટેલું લસણ નાખી થોડી વાર સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી નાખી તેને પણ થોડી વાર ચડવા દો.
- 3
લસણ અને ડુંગળી ચડી ગયા બાદ હવે તેમાં પાલક ની ભાજી ની પ્યુરી નાખો અને થોડી વાર હલાવો.પછી તેમાં હળદર,ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું નાખી શાક ને થોડું ચડવા દો.
- 4
હવે પનીર ના નાના નાના કટકા કરી ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે ઉમેરી દો.તમને થોડા ફ્રાય કરેલા પનીર ભાવતા હોય તો પહેલાં થોડું તેલ મૂકી તેને આછા ગુલાબી કરી પછી નાખવા.તો તૈયાર છે સ્વાદિષ્ટ પાલક પનીર નું શાક.
- 5
જેને મે પરોઠા,પાપડ, ડુંગળી તેમજ છાશ સાથે સર્વ કર્યા છે.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (6)