મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરો એ ગરમ થઈ જાય એટલે એમાં જીરું નો વઘાર કરો. જીરું તતડી જાય એટલે તેમાં હિંગ ઉમેરો ત્યાર બાદ તેમાં સમારેલી ડુંગળી નાખી સાંતળો. ડુંગળી થઈ જાય એટલે તેની અંદર આદુ માર્ચ લસણ ની પેસ્ટ ઉમેરો
- 2
ત્યાર બાદ તેમાં ટામેટા ઉમેરી હળદર મીઠું મરચું ઉમેરી એને ચડવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો
- 3
ઠંડુ પડે એટલે મિક્સર માં તેને વાટી લો. ત્યાર બાદ એ જ કડાઈ માં તેલ વધ્યું હોય તો તેમાં આ તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દો
- 4
અને આ પેસ્ટ ને ચડવા દો ત્યાર બાદ તેની અંદર વટાણા ઉમેરી દો. જરૂર મુજબ પાણી અને ઉપર જણાવેલ બધા મસાલા ઉમેરો.
- 5
ત્યાર બાદ આને ઢાંકી ને ચડવા દો. મટર તરત જ થઈ જશે એટલે તેની અંદર પનીર ના કટકા ઉમેરો.
- 6
ગ્રેવી વધારે ઘટ્ટ લાગતી હોય તો પાણી ઉમેરો. એક વાત ધ્યાન રાખવાની કે પનીર નું કોઈ શાક બનાવતા હોવ ત્યારે પનીર ઉમેરી બહુ ગેસ ઉપર ચલાવવું નહિ નહિતર પનીર ચવડ થઈ જશે.
- 7
ત્યાર બાદ ગેસ બંધ કરી કૌરી મેથી અને કોથમીર થી ગાર્નિશ કરો તો તૈયાર છે મટર પનીર આને તમે સર્વ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ