વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

#WK2
Anytime is biryani time.
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2
Anytime is biryani time.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન લઇ લો એમાં ઘી અને ખડા મસાલા એડ કરીએમાં પાણી એડ કરી ભાત બનાવી લો અને એ ભાતને થોડો અચકચરો રાખવો ભાત બની જાય એટલે એને ગરણી માં કાઢી લો
- 2
બધા શાકભાજી ને અધકચરા બાફી લેવા
- 3
એક બાઉલમાં ૩ ચમચી દહીં લઈ તેના બી રસ્તો નાખી મિક્સરમાં ક્રશ કરી લો ત્યાર પછી તેમાં બાકીનું દહીં લસણ મરચાની પેસ્ટ લાલ મરચું હળદર ધાણાજીરું બિરયાની મસાલો નાખી તેમા અધકચરા બાફેલા શાક નાખી દો મેરીનેટ કરેલા શાકભાજીને અલગ થી મૂકી દો
- 4
એક્ મોતા પેનમાં ઘી અને તેલ લઇ ખડા મસાલા આદુ મરચાની પેસ્ટ ઝીણા સમારેલા કાંદા કેપ્સિકમ સાંતળી લેવા ત્યાર પછી તેમાં મેરીનેટ કરેલું મિશ્રણ ઉમેરી હલાવી લો.
- 5
એક પેનમાં સૌપ્રથમ મેરીનેટ કરેલા શાકભાજીનું લેયર કરી લેવું પછી તેના ઉપર અધકચરા બાફેલા ચોખાનું લેયર કરી લેવું ચોખાના લેયર પર બિરસ્તો અને ફુદીનાના કાપેલા પાન મુકવા અને કેસર વાળું દૂધ ઉમેર્વુ.
- 6
આ રીતે 2 થી 3 લેયર તૈયાર કરવા
- 7
હવે દ્દ્મ્ દેવા માટે એક નાની વાટકી અથવા તો એક સિલ્વર ફોઇલ્ પર્ ગરમ કોલસો મૂકી ઢાંકી ને 15 મિનિટ માટે થવા દેવું જો તમારી પાસે કોલસો ન્ હોય તો એક લોટ ની મોટી રોટલી વાસણ ના માપ ની વણી તેની કોર ફરતે લગાવી દો અને પછી ઢાંકો.
- 8
20 મિનિટ પછી બિરયાની તૈયાર છે
- 9
બિરયાની ની ઉપર તળેલા કાજુ અને બી રસ્તો અને ફુદીનાનાં પાનથી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (4)