પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)

Chintal Kashiwala Shah @cook_27679649
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટમાં થોડું મીઠું અને તેલ નું મોણ નાખી રોટલી નો લોટ બાંધવો.
- 2
એક બાઉલ માં ઝીણું સમારેલું ટામેટું,ડુંગળી,કેપ્સિકમ,બીટ,ગાજર નાખી એમાં મીઠું,ઓરેગાનો,રેડ ચીલી ફ્લેક્સ,મ્યોનીઝે,કેચઅપ નાખી હલાવવું.
- 3
હવે રોટલી બનાવી પણ રોટલી વચ્ચે થી જાડી અને સાઇડ માંથી પાતળી રાખવી.અને વચ્ચે પીઝા સોસ ચોપડવો.
- 4
હવે એમાં બનાવેલું મિશ્રણ મૂકવું અને એના ઉપર ચીઝ મૂકવું.
- 5
હવે રોટલી ની આજુબાજુ પાણી ચોપડવવું.
- 6
હવે એક બાજુ વાળવું. બીજી બાજુ અને છેલ્લે નીચેથી વાળવું એટલે ત્રિકોણ જેવો આકાર બનશે.
- 7
હવે આને બટર લગાવી બને બાજુ થી સેકવવું...બટર ની જગ્યાએ તેલ નો પણ ઉપયોગ કરી સકો.
- 8
તૈયાર છે પીઝા પરાઠા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15910057















ટિપ્પણીઓ