ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#WK5
# ડપકા કઢી
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઈત્પરપ્રદેશ ની પ્રચલિત રેસીપી છે કઢી મા વિવિધ પ્રકાર ના ભજિયા,ગોટા ને ડપકા નાખી ને ખાટી અને સ્પાઇસી બને છે. વેરી એશન મા આપણા ગુજરાતી ગોળ/ખાડં નાખે છે

ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)

#WK5
# ડપકા કઢી
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઈત્પરપ્રદેશ ની પ્રચલિત રેસીપી છે કઢી મા વિવિધ પ્રકાર ના ભજિયા,ગોટા ને ડપકા નાખી ને ખાટી અને સ્પાઇસી બને છે. વેરી એશન મા આપણા ગુજરાતી ગોળ/ખાડં નાખે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45,50મિનિટ
4સર્વીગં
  1. ડપકા બનાવા માટે..
  2. 1/2 વાટકી બેસન
  3. ચપટીબેકિંગ સોડા
  4. સ્વાદ પ્રમાણેમીઠુ
  5. 3 ચમચીતેલ તળવા માટે (ઓછુ તેલ લઇયે છે)
  6. કઢી બનાવા માટે....
  7. 1/2 વાટકી બેસન
  8. 1/2 વાટકીખાટુ દહીં અથવા છાસ
  9. 3 ગ્લાસપાણી
  10. 1/4 ચમચીહળદરપાઉડર
  11. 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  12. 3,4કળી લસણ ના પેસ્ટ
  13. મીઠુ સ્વાદ પ્રમાણે
  14. 6,7મેથી દાણા

રાંધવાની સૂચનાઓ

45,50મિનિટ
  1. 1

    સોથી પેહલા એક બાઉલ મા ડપકા માટે બેસન,મીઠુ,અજમો નાખી ને પાણી થી ખીરુ બનાવી લેવાના ખીરુ બહુ પાતળુ નથી રાખવાના,હવે કઢાઈ મા થોડુ તેલ (3ચમચી તેલ) ગરમ કરી ને ડબલ ડપકા પાડવાનુ એક વાર મા હાથ ની આગુળી વડે એક ડપકા પાડવુ આખા ડપકા તેલ મા ડુબવુ ના જોઇયે, ડપકા પાડયા પછી ડપકા ની ઉપર ઝારી થી તેલ નાખવુ આ રીતે ડમરુ શેપ ના ડબલ ડપકા કે ભજિયા બનશે બધા ભજિયા આ રીતે બનાવી લેવુ

  2. 2

    હવે કઢી માટે‌ તપેલી મા બેસન દહીં લઈ ને પાણી ઊમેરી ને વલોવી ને એકરસ કરી લેવી મીઠુ,મરચુ એડ કરી દેવુ, ત્યાર પછી કઢાઈ મા તેલ ગરમ કરી ને મેથી લસણ ના વઘાર કરી ને હળદરએડ કરી તરત કઢી ના તૈયાર મિશ્રણ નાખી ને ઉકળવા દેવુ,સતત હલાવતા રેહવુ જેથી દહીં કઢી મા ફાટે નહી

  3. 3

    10મીનીટ ઉકાળયા પછી ડપકા નાખી ને ફરી 20,25મીનીટ સ્લો ફલેમ પર ઉકાળવુ અને ગૈસ બંદ કરી ને ગરમાગરમ કઢી ને ભાત સાથે પીરસવુ.. નોઘં..આડપકા કઢી ગુજરાતી કઢી કરતા થોડી થિક(ગાઢી)હોય છે તૈયાર છે નૉર્થ મા બનતી "ડપકા કઢી"...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes