ઓસામણ (Osaman recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

ઓસામણ, લચકો દાળ અને ભાત એ ખૂબ જ ટેસ્ટી અને પચવામાં હલકો ખોરાક છે.
પૂરણપોળી સાથે પણ હું ઓસામણ જ બનાવું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

#WK5
#week5

ઓસામણ (Osaman recipe in Gujarati)

ઓસામણ, લચકો દાળ અને ભાત એ ખૂબ જ ટેસ્ટી અને પચવામાં હલકો ખોરાક છે.
પૂરણપોળી સાથે પણ હું ઓસામણ જ બનાવું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

#WK5
#week5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 mins.
2 servings
  1. 1/2 વાડકીતુવેર દાળ બાફેલી
  2. 1/2 વાડકીછાશ
  3. 2લીલા મરચાં
  4. કટકો આદું
  5. મીઠો લીમડો
  6. 1/2 tspહળદર
  7. 1/4 tspલાલ મરચું
  8. 1/2 tspરાઈ
  9. 2લવિંગ
  10. સૂકા મેથી દાણા
  11. 1 ચમચીગોળ/ખાંડ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. તેલ વઘાર માટે
  14. પાણી જરૂર મુજબ
  15. કોથમીર
  16. સર્વીંગ માટે:
  17. લચકો મગ ની દાળ
  18. ભાત

રાંધવાની સૂચનાઓ

15 mins.
  1. 1

    બાફેલી તુવેર દાળ માં છાશ નાખી બ્લેન્ડર ફેરવી એકરસ કરી લો.

  2. 2

    એમાં જરૂર મુજબ પાણી ઉમેરી ગેસ પર મૂકી એમાં મીઠું, ગોળ, હળદર, મીઠો લીમડો, લીલા મરચાં, આદું નાખી હલાવી ઉકળવા મુકો.

  3. 3

    પાંચેક મિનિટ જેવું ઉકળી જાય પછી એમાં વઘાર રેડો. વઘાર માટે તેલ ગરમ મૂકી એમાં રાઈ તતડે એટલે લવિંગ, લાલ મરચું, સૂકા મેથી દાણા નાખી ઓસામણ માં રેડો.

  4. 4

    કોથમીર ભભરાવી લચકો મગ દાળ અને ભાત સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes