લસણ વાળી ત્રેવટી દાળ (Garlic Trevti Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ ત્રણેય દાળ ને ધોઈ 1 કલાક માટે પલાળી રાખી. ત્યાર બાદ 5 સિટી કૂકર માં કરવી બાફી લો.
- 2
એક કડાઈ માં તેલ લઇ તેની અંદર રાઈ જીર અને હિંગ નો વઘાર કરો. ત્યાર બાદ તેની અંદર ડુંગળી ઉમેરી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળો લો.
- 3
ત્યાર બાદ તેની અંદર આદુ માર્ચ અને લસણ ની પેસ્ટ ઉમેરી થોડી વાર હલાવી ઝીણું સમારેલું ટામેટું ઉમેરો. ત્યાર બાદ તેની અંદર બધા સૂકા મસાલા ઉમેરી ચડવા દો
- 4
બધું વ્યવસ્થિત ચડી જાય ત્યાર બાદ તેની અંદર દાળ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી ઉકળવા દો. દાળ જાડી કે પાતળી રાખવી એ મુજબ તમે પાણી ઉમેરી શકો છો
- 5
હવે ઉપર થી લસણ નો વઘાર કરવા એક વઘરીયા માં તેલ લઇ તેની અંદર લીમડા ના પાન સૂકું લાલ મરચું અને લસણ ની કળી ઉમેરી વઘાર થવા દો અને દાળ ની ઉપર ઉમેરી દો. અને કોથમીર થી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15910148




ટિપ્પણીઓ (4)