રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં લીલાં મરચાં, જીરું, અજમો, મીઠું નાખી ને બરાબર ઉકળવાદો.
- 2
ત્યાર બાદ તેમાં ખારો એડ કરો અને ગેસ ઉપર થી તપેલી નીચે ઉતારી લો. અને જુવાર નો લોટ એડ કરી વેલણ થી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકો. પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી ને અંદર બનાવેલું ખીચું નાંખી ને ઢોકળીયા માં મૂકી ને 10 મિનિટ જેવુ કુક કરો. અને ચેક કરો કે ખીચું બરાબર બફાઈ ગયું કે નહીં.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ જુવાર ના લોટ નું ખીચું. ઉપર થી તેલ અને અથાણાં નો મસાલો નાંખી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15969831




ટિપ્પણીઓ (2)