જામનગર ના ઘૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નાં લોટ માં મીઠું અને 2 ચમચી તેલ નાખી ને થોડો કઠણ અને થોડો ઢીલો રે એમ લોટ બાંધી લેવો.
- 2
ત્યાર બાદ બાફેલા બટાકા ને એક બાઉલ માં લઇ ને તેને મેશ કરી લેવા.. અને તેમાં મીઠું,હળદર,હિંગ,ગરમ મસાલો, લીંબુ નો રસ,આદુ મરચા ની પેસ્ટ, લાલ મરચું, ધાણાજીરૂ બધું નાખી ને સરખું મિક્સ કરી લેવું
- 3
ત્યાર બાદ તેમાં બાફેલા વટાણા નાખી ને પાછું મિક્સ કરી લેવું.
- 4
હવે બાંધેલા લોટ નાં નાના નાના પરોઠા વણી લેવા અને તને વચ્ચે થી 2 ભાગ કરી લેવા.
- 5
ત્યારબાદ તેમાં એક ભાગ બટાકા નો માવો ભરી ને તેના બે છેડા ભેગા કરી ને જોઇન્ટ કરી દેવા. અને તેમાં ઝીણી ઝીણી કાંગરી પાડી દેવી.
- 6
આવી રીતે બધા ઘૂઘરા બનાવી લેવા.. હવે કડાઈમાં તેલ મૂકી ને તેમાં બધા ઘૂઘરા એક પછી એક ફ્રાય કરતું જવું.
- 7
ત્યાર બાદ આ ઘૂઘરા ને એક પ્લેટ માં લઈ તેમાં વચ્ચે ખાડો પડી તેમાં લીલી ચટણી, લાલ ચટણી, ખજૂર આમલીની ની ચટણી નાખી ને ઉપર થી ડુંગળી નાખી ને સર્વ કરવું.. ખૂબ જ ટેસ્ટી લાગશે.🤗🤗🤗
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ