રાજસ્થાની ગટ્ટા સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
બેસનમા જરુર મુજબ હળદર, લાલમરચુ, ધાણાજીરુ, જીરુ, અજમો, ૨ ચમચી ઘી નુ મોણ, મીઠું ઉમેરી હુફાળા પાણીથી બહુ કડક નહી અને બહુ નરમ પણ નહી એવો લોટ બાંધવો,લોટના પાંચ સરખા ભાગ કરી લાંબા મિડિયમ રોલ તૈયાર કરવા.
- 2
પછી એક પેન મા ૩ કપ પાણી ગરમ કરવા મૂકવુ. પાણી ઉકળે એટલે તેમા તૈયાર કરેલા રોલ બાફવા, રોલ બફાય એટલે પાણીમા ઉપર તળવા લાગશે, એટલે તેને બીજા વાસણમા કાઢી ઠંડા થવા દેવા, અને તેના એક સરખા નાના ટુકડા (વડી) તૈયાર કરવા.
- 3
હવે એજ પેન મા ૩ ચમચા ઘી ગરમ થાય એટલે જીરુ, લસણ, હીંગ અને લીલા મરચાં નાખી સાતળવા, પછી તેમા કાંદા ઉમેરી ગુલાબી સાતળવા,હવે એક બાઉલમા દહીં લઈ તેમા હળદર, લાલમરચુ, ધાણાજીરુ, મીઠું, નાખી મિક્સ કરવુ અને કાંદા સતળાય એટલે તૈયાર કરેલી દહીં ઉમેરી સતત હલાવતા રહેવુ જેથી દહીં ફાટે નહી અને ગ્રેવી એક રસ બને, ગ્રેવી માથી ઘી છૂટુ પડે એટલે બાજુમા રાખેલા વડીના ટુકડા પાણી સાથેજ ઉમેરી મિક્સ કરી ધીમા તાપે ઢાંકીને થવા દેવુ, જેથી ગ્રેવી ઘટ્ટ થશે.
- 4
રાજસ્થાની ગટ્ટા સબ્જી તૈયાર છે તેને સર્વ કરવુ.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (3)