ઇદડા (Idada Recipe In Gujarati)

ઇદડા (Idada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા, અળદની દાળ, અને મેથી ને સારા પાણી થી ધોઈ લો,અને ૮ થી ૯ કલાક સુધી પલાળીને રાખવું, ૮ થી ૯ કલાક પછી જયારે ચોખા,અળદની દાળ,અને મેથી પીસૉ ત્યારે તેમા થોડા થોડા પૌંઆ અને છાશ ઉમેરી પીસવુ, જરૂર લાગે તો થોડુ પાણી હુંફાળું ગરમ કરી ખીરુ,ઢીલુ કરી તૈયાર કરવું
- 2
ખીરુ તૈયાર થઇ જાય પછી ૬ થી ૭ કલાક સુધી ખીરુ ઢાંકી રાખવું,૬ થી ૭ કલાક પછી જયારે ઇદડા કરો ત્યારે જ તેમા મીઠું એડ કરી ૫ મિનિટ સુધી ખીરા ને બરાબર ફિણવુ
- 3
હવે ઢોકળા ના કૂકર ની થાળી લઈ તેમા તેલ લગાવી ખીરુ પાથરવુ
- 4
ખીરુ પથરાય જાય એટલે તેના પર મરી નો ભૂકો છાટવૉ,હવે ગેસ ચાલુ કરી ઢોકળા ના કૂકર માં થોડું પાણી એડ કરી ગરમ થવા દો,પાણી થોડુ ગરમ થઇ જાય એટલે કૂકર માં ઇદડા ની થાળી સૅટ કરી કૂકર બંધ કરી ૧૦ થી ૧૫ મિનિટ સુધી ઇદડા થવા દેવા
- 5
ઇદડા થઈ જાય એટલે ૫ મિનિટ સુધી ઈડળા ને સેટ થવા દેવુ, ત્યાર બાદ ઈડળા ને કટ કરી નાના નાના પીસ કરવા
- 6
હવે એક બાઉલ લઈ તેમા ઇદડા કાઢી લો, ઉપર થી થોડું તેલ એડ કરી ગરમા ગરમ પીરસવુ
- 7
તો સર્વ કરવા માટે તૈયાર છે ઇદડા
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (2)