વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી તૈયારી કરી લો શાકભાજીને ઝીણા સમારી લો આદુ-મરચા-લસણની પેસ્ટ કરી લો ડુંગળી અને ટામેટાની ગ્રેવી બનાવી લો.પેન ગરમ કરી તેમાં ૨ ચમચી બટર ગરમ કરી તેમાં અજમાં નાખી લસણ આદું મરચા ની પેસ્ટ સાંતળી તેમાં ક્રશ કરેલી ડુંગળી સાંતળવી.
- 2
ત્યારબાદ તેમાં ટોમેટો ગ્રેવી નાખી મરી પાઉડર,રેડ ચીલી સોસ,મીઠું,પીઝા મસાલો નાખી ને સોસ તૈયાર કરવો. ત્યારબાદ થોડું બટર મૂકી સમારેલા ગાજર, કેપ્સિકમ,કોબીજ ને એડ કરી હલવો
- 3
નોનસ્ટિક પેનમાં બટર લગાવી એક બાજુ પીઝા નો બેઝ સેકી તૈયાર કરેલ સોસ લગાવી મિક્સ વેજ પાથરવું.તેના પર ચીઝ ખમણી ઢાંકી ૨ મિનિટ સીઝવા દેવું. અને ગેસ પરથી ઉતારી લેવો.
- 4
પીઝા ને ગરમ ગરમ સર્વ કરવો.તમારી ઈચ્છા અનુસાર ઉપર ચીઝ થી ગાર્નિશ કરવું.આ પીઝા સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16195873












ટિપ્પણીઓ