સદડા મગ

Nidhi Vyas @nidhi_0608
#MDC મને મમ્મી ના હાથ ના બનેલા સદડા મગ ખૂબ ભાવે..એટલે mother's day રેસિપી માં મે મગ બનાવ્યા.પ્રોટીન ને ફાઈબર થી ભરપુર મગ માટે એવી કહેવત છે કે "જે ખાય મગ તેના ચાલે પગ".
સદડા મગ
#MDC મને મમ્મી ના હાથ ના બનેલા સદડા મગ ખૂબ ભાવે..એટલે mother's day રેસિપી માં મે મગ બનાવ્યા.પ્રોટીન ને ફાઈબર થી ભરપુર મગ માટે એવી કહેવત છે કે "જે ખાય મગ તેના ચાલે પગ".
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને ગરમ પાણી થી ધોઈ ને કુકર માં બાફવા માટે મૂકી દો..ને બફાઈ જાય એટલે તેમાં એક જ વખત રવૈયો ફેરવો..બાકી મગ આખા જ રહેવા દો..
- 2
હવે આપેલી માત્રા અનુસાર તમામ મસાલા કરી દો..એક વઘારિયા માં તેલ મૂકી તેમાં જીરું ઉમેરો જીરું ફૂટે એટલે હિંગ ઉમેરી આદુ,મરચાં લસણ ની પેસ્ટ સાંતળી દો..હવે તેને મગ માં ઉમેરી દો..
- 3
હવે મગ માં કોકમ અને ગોળ ઉમેરી ઉકળવા મૂકી દો...વચ્ચે વચ્ચે હલાવતા રહેવું...મગ ને ગરમ પીરસી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16218925

ટિપ્પણીઓ