અપ્પમ (Appam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં સોજી માં દહીં નાખીને મિક્સ કરી લેવું અને જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું.અને ૧૫/૨૦ મીનીટ સુધી પલાળી ને
રાખી દેવું.જેથી સોજી સરસ રીતે ફૂલી જશે. શાકભાજી ને ગ્રેટ કરીને તૈયાર કરી લેવા. - 2
એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેમાં પહેલા જીણી સમારેલી ડુંગળી નાખી દેવી અને સાંતળી લેવી ત્યારબાદ તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી દેવી ૧ મીનીટ સુધી સાંતળી લો. ત્યારબાદ તેમાં ગ્રેટ કરેલા વેજીટેબલ નાખી દેવા
- 3
તૈયાર કરેલા વેજીટેબલ ને સોજી માં નાખી ને મિક્સ કરી લેવું. સોજી ના ભાગનું મીઠું નાખી ને સરસ રીતે મિક્સ કરી લેવું. અને બેટર તૈયાર કરવું
- 4
અપ્પમ ની ટ્રેમા તેલ લગાવી ને તૈયાર કરેલું બેટર નાખી ને ગેસ ઉપર મૂકવું. ઢાંકણ ઢાંકી ને બેક થવા દેવું. ૩/૪ મીનીટ પછી તેની સાઈડ ચેન્જ કરવી.
- 5
ફરી ઢાંકણ ઢાંકી ને બીજી બાજુ બેક થવા દેવું. બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય તેમ સરસ રીતે બેક કરી લેવા એક બાઉલમાં કાઢી લેવા
- 6
સર્વિંગ પ્લેટ માં લઈ કેચપ સાથે સર્વ કરવા. અપ્પમ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.
તો તૈયાર છે ગરમા ગરમ અપ્પમ.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (2)