રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદની દાળ ને સારી રીતે ધોઈ લો પછી તેને બેથી ત્રણ કલાક પલળવા દો. પછી પલાળેલા દાળ-ચોખા ને મિક્સર જારમાં પીસી લો ત્યારબાદ છ થી સાત કલાક ફર્મેશન માટે ઢાંકી ને ગરમ જગ્યાએ રાખી દો.
- 2
હવે સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકો. ઇડલી સ્ટેન્ડને તેલ થી ગ્રીઝ કરી લો. પછી આથો આવેલા ઇડલી બેટરમાં છીણેલું ગાજર, હળદર, જીરૂ અને મીઠું નાખી ફેટી લો.
- 3
હવે આ બેટરમાં ઇનો ઉમેરી તેને એક્ટિવ કરવા માટે ઉપર થોડું ગરમ તેલ નાખી એક સાઇડ હલાવી બરાબર મિક્સ કરો અને તરત જ ઇડલી સ્ટેન્ડમાં ચમચાથી ખીરું રેડી પ્રીહીટ થયેલ સ્ટીમર માં મૂકી ગેસની ફ્લેમ પાંચ મિનિટ highપછી દસ મિનિટ slow flame ઉપર ઇડલી ચડવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. ઠરે પછી સ્ટેન્ડમાંથી ઇડલી કાઢવી.
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્ધી ઇડલી... સર્વ કરવા માટે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16391706





ટિપ્પણીઓ (6)