બટાકા ની સૂકી ભાજી

#RB9 બટાકા ની સૂકી ભાજી બધા જ લોકો માં ફેવરિટ છે.મોટા ભાગે આ ડીશ ફરાળ માં સૌ થી વધુ બને છે.કાર્બોહાઈડ્રેટ થી ભરપુર બટાકા શક્તિ વર્ધક ગણાય છે..તેની બધી જ વાનગીઓ લોકો માં ખૂબ જ પ્રિય રહેલી છે .

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપેલી માત્રા અનુસાર બટાકા લઇ તેની છાલ ઉતારી ને કુકર માં બાફી લો..
- 2
બફાઈ ગયેલા બટાકા ના યોગ્ય ટુકડા કરી ને તેને ઠંડા પડે એટલે તેમાં મીઠું,લાલ મરચું પાઉડર,આદુ,ખાંડ,લીંબુ નો રસ,ગરમ મસાલો મેળવી સહેજ વાર રહેવા દો..
- 3
હવે એક કડાઈમાં આપેલી માત્રા અનુસાર તેલ લઈ જીરું ઉમેરો જીરું લાલ થઈ જાય એટલે હિંગ ઉમેરો ત્યારબાદ લીલા મરચા ને મીઠા લીમડા ના પાન ઉમેરી ને ત્યારબાદ મસાલા વાળા બટાકા ઉમેરી ને બરોબર સાંતળી લો...
- 4
શાક માં મસાલો બરોબર મિક્સ થાય ત્યાં સુધી હલાવો અને સહેજ વાર છીબુ ઢાંકી દાઈ સિજવા દો...સૂકી ભાજી તૈયાર થાય એટલે સૂકું કોપરા નું છીણ ભભરાવી સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ