રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ઉપર પેનમાં દૂધને ગરમ કરવું. દૂધ એકદમ ઉકળી જાય પછી ગેસ બંધ કરવો. દૂધ ઠરે પછી તેમાં મિલ્ક પાઉડર અને દહીં નાખી બ્લેન્ડર ફેરવવું ત્યારબાદ તેને ગરમ હૂંફાળી જગ્યામાં આઠ કલાક સુધી ઢાંકીને રહેવા દેવું જેથી દૂધમાંથી એકદમ ઘટ્ટ દહીં તૈયાર થાય.
- 2
આ ઘટ્ટ દહીંને મલમલના કપડામાં નિતારવું. દહીંમાંથી પાણી નીતરી જાય પછી જાળીવાળા વાસણમાં રાખી ઉપર વજન રાખવું જેથી બે થી ત્રણ કલાકમાં દહીમાં નું બધું જ પાણી નીકળી જશે અને સરસ મઠ્ઠો તૈયાર થશે. તેમજ બ્લુબેરી ને મિક્સરમાં ક્રશ કરી પલ્પ તૈયાર કરો.
- 3
હવે એક બાઉલમાં આ દહીંનો મઠો નાખવો તેમાં દળેલી ખાંડ, ઈલાયચી પાઉડર નાખી ચમચાથી હલાવવુ. ત્યારબાદ તેમા બ્લુબેરી પલ્પ નાંખવો ને સરસ રીતે ચમચાથી મિક્સ કરવો. પછી ગાર્નિશ માટે બદામ પીસ્તા ફ્લેક્સ નાખવા અને ફ્રિજમાં 30 મિનિટ સેટ થવા રાખવો તૈયાર છે મસ્ત મઝાનો હેલ્ધી બ્લુબેરી મઠ્ઠો....
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (14)