ટુટીફ્રૂટી મોદક

#SGC
આજ ગણેશ ચતુર્થી.. દસ દિવસ ગણેશ ઉત્સવ... બધા ના ઘરે ગણેશ જી ને પ્રિય એવા મોદક બનાવાય છે. આજે મેં ટુટીફ્રૂટી મોદક બનાવ્યા છે.
ટુટીફ્રૂટી મોદક
#SGC
આજ ગણેશ ચતુર્થી.. દસ દિવસ ગણેશ ઉત્સવ... બધા ના ઘરે ગણેશ જી ને પ્રિય એવા મોદક બનાવાય છે. આજે મેં ટુટીફ્રૂટી મોદક બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઇ માં 2 ચમચી ઘી ગરમ કરવા મૂકી એમાં સોજી ને શેકી લો. ગેસ ની ફ્લેમ લો રાખવી
- 2
સોજી શેકાઈ જાય એટ્લે એને ડીશ માં કાઢી લો અને એ જ કડાય માં દૂધ ઉમેરો. પછી તેમાં ખાંડ અને ઇલાયચી પાઉડર ઉમેરી એક ઉભરો આવે એટ્લે થોડી થોડી કરી ને સોજી ઉમેરી દો અને હલાવતા રહો. એકસાથે ઉમેરવાની નથી.
- 3
સતત હલાવતા રહેવાથી 2 3 મિનિટ માં જ સોજી એકદમ ઘટ થવા લાગશે
- 4
ઘટ થઇ જાય એટ્લે 1 ચમચી ઘી ઉમેરી હલાવતા રેહવું.. સોજી સપાટી છોડી દે ત્યાં સુધી હલાવવુ. હવે એમાં ટુટીફ્રૂટી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી અને
ગેસ બંધ કરી દો. મિશ્રણ ને ઠંડુ થવા દો. - 5
હવે મોદક મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એક એક કરી ને મોદક બનાવી લો. તૈયાર છે ટુટીફ્રૂટી મોદક.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ