ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#SJR
#શ્રાવણ/જૈન_રેસિપી
#August_Special
#cookpadgujarati

હવે શ્રાવણ મહિના ની શુરુઆત થઈ ગઈ છે ત્યારે પૂરા એક મહિના સુધી ઉપવાસ કરનાર લોકો ફરાળી ખાવાનું જ ખાશે. એટલે કેટલાક દિવસો પસાર થશે પછી તેઓ રોજનું એકનું એક ફરાળી ખાવાનું ખાઈને કંટાળી જશે. તો આની માટે જો આપણે ફરાળી વાનગીઓ અલગ અલગ રીતે બનાવીએ તો ખાવાનું મન પણ થશે. વ્રત કે ઉપવાસ માટે બ્રેડ ની પણ સેન્ડવીચ ભૂલી જાવ એવી નવી રીતે બ્રેડ વગર ની ફરાળી સેન્ડવીચ બનાવતા શીખીશું.

ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe in Gujarati)

#SJR
#શ્રાવણ/જૈન_રેસિપી
#August_Special
#cookpadgujarati

હવે શ્રાવણ મહિના ની શુરુઆત થઈ ગઈ છે ત્યારે પૂરા એક મહિના સુધી ઉપવાસ કરનાર લોકો ફરાળી ખાવાનું જ ખાશે. એટલે કેટલાક દિવસો પસાર થશે પછી તેઓ રોજનું એકનું એક ફરાળી ખાવાનું ખાઈને કંટાળી જશે. તો આની માટે જો આપણે ફરાળી વાનગીઓ અલગ અલગ રીતે બનાવીએ તો ખાવાનું મન પણ થશે. વ્રત કે ઉપવાસ માટે બ્રેડ ની પણ સેન્ડવીચ ભૂલી જાવ એવી નવી રીતે બ્રેડ વગર ની ફરાળી સેન્ડવીચ બનાવતા શીખીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 નંગ સેન્ડવીચ
  1. 🎯 સેન્ડવીચ બેટર ના ઘટકો :--
  2. 1 કપમોરૈયો
  3. 1/4 કપસાબુદાણા
  4. પાણી જરૂર મુજબ
  5. 2 tbspદહીં
  6. 2 tbspઘી / તેલ
  7. સિંધવ મીઠું સ્વાદ અનુસાર
  8. 1 tspરેડ ચીલી ફ્લેક્સ
  9. 1/2 tspઇનો ફ્રૂટ સોલ્ટ
  10. તેલ ગ્રીસ કરવા માટે
  11. 3 નંગચીઝ સ્લાઈસ
  12. 🎯 સ્ટફિંગ ના ઘટકો :--
  13. 1 ઇંચઆદુ જીણું સમારેલું
  14. 2 નંગલીલાં મરચાં ઝીણા સમારેલા
  15. 5-6 નંગમીઠા લીમડાના પાન
  16. 1 tbspસફેદ તલ
  17. 2 tbspઅધકચરા વાટેલા શીંગદાણા નો ભૂકો
  18. 2 નંગમીડિયમ સાઇઝ ના બાફેલા બટાકા નો માવો
  19. સિંધવ મીઠું સ્વાદ અનુસાર
  20. 1 tbspજીની સમારેલી લીલી કોથમીર ના પાન
  21. 1 tbspખાંડ
  22. 1/2 નંગલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મોરૈયા ને સાફ કરી તેને મિક્સર જાર માં ઉમેરી તેમાં સાબુદાણા ઉમેરી ક્રશ કરી પાઉડર ફોમ માં પીસી લો.

  2. 2

    હવે આ પાઉડર ને બાઉલ મા કાઢી તેમાં પાણી અને દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લો. હજી ફરીથી 2 ટેબલ સ્પૂન પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. અને આ બેટર ને ઢાંકી ને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપો.

  3. 3

    હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં જીણું સમારેલું આદુ, ઝીણા સમારેલા લીલાં મરચાં, મીઠા લીમડાના પાન અને સફેદ તલ ઉમેરી બરાબર મિક્સ કરી સાંતળી લો. હવે તેમાં અધકચરા ક્રશ કરેલા શીંગદાણા નો ભૂકો ઉમેરી સાંતળી લો.

  4. 4

    હવે આમાં બાફેલા બટાકા નો માવો, સિંધવ મીઠું, જીની સમારેલી લીલી કોથમીર ના પાન, ખાંડ અને લીંબુ નો રસ ઉમેરી આ મસાલા ને મિક્સ કરી લો. ત્યાર બાદ આ મસાલા ને ઠંડુ કરી લો.

  5. 5

    હવે મોરૈયા ના બેટર માં સિંધવ મીઠું, રેડ ચીલી ફ્લેક્સ અને ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ સેન્ડવીચ ટોસ્ટર ને તેલ થી ગ્રીસ કરી લો.

  6. 6

    હવે આ ટોસ્ટર માં બેટર ને બધી બાજુ થી 1 ચમચો ઉમેરી તેમાં સેન્ડવીચ મસાલો સ્પ્રેડ કરી ઉપર ચીઝ સ્લાઈસ ઉમેરો.

  7. 7

    હવે ઉપર ફરીથી બેટર ઉમેરી સ્પ્રેડ કરી કવર કરી લો અને ઉપર રેડ ચીલી ફ્લેક્સ ભભરાવી ટોસ્ટર ને બંધ કરી ધીમા ગેસ ની આંચ પર બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરી લો.

  8. 8

    આ રીતે બધી સેન્ડવીચ તૈયાર કરી લો.

  9. 9

    હવે આપણી ઉપવાસ માં ખવાય એવી એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી ફરાળી સેન્ડવીચ તૈયાર છે સર્વ કરવા માટે. આ સેન્ડવીચ ને ફરાળી લીલી ચટણી કે ટામેટા કેચઅપ સાથે સર્વ કરો.

  10. 10
  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes