બંધ તપેલીનું શાક

જે લોકો સુરતના છે એ લોકો આ heading જોઈને જ સમજી ગયા હશે કે આ શેનુ શાક છે. 😊 ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આ શાક રોટલી અને ભાત બંને સાથે સરસ લાગે છે.
બંધ તપેલીનું શાક
જે લોકો સુરતના છે એ લોકો આ heading જોઈને જ સમજી ગયા હશે કે આ શેનુ શાક છે. 😊 ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આ શાક રોટલી અને ભાત બંને સાથે સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાની દાળને ગરમ પાણીમાં ૪-૫ કલાક માટે પલાળી રાખો. હવે બધું પાણી નિતારી તેમાં લીલું મરચું અને લસણ ઉમેરી તેને અધકચરી ક્રશ કરી લો.
- 2
હવે તેમાં સમારેલ ડુંગળી, સૂકા મસાલા, મીઠું, કોથમીર અને સાજીના ફૂલ ઉમેરી તેને હાથેથી ૫ મિનિટ ફીણી લેવું. હવે તેલ ગરમ મૂકી તેના નાના નાના વડા કરી તળી લેવા.
- 3
- 4
હવે શાક માટે ડુંગળી, ટામેટાં, મરચાંની ગ્રેવી કરી લેવી. હવે એક પેનમાં તેલ લઈ તેમાં તજ, લવિંગ, મરી, તમાલપત્ર ઉમેરો. હવે તેમાં જીરું, હિંગ નો વઘાર કરી લસણની પેસ્ટ સાંતળો. પછી તેમાં કસૂરી મેથી ઉમેરી સાંતળો હવે તેમાં ડુંગળી, ટામેટાંની ગ્રેવી ઉમેરી સાંતળો.
- 5
- 6
ત્યારબાદ તેમાં બાકીના સૂકા મસાલા, મીઠું, ઉમેરી, તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ગરમ પાણી ઉમેરી ઉકાળો.
- 7
- 8
હવે તેમાં તૈયાર કરેલ વડામાંથી ૩-૪ ને એકદમ ભૂકો કરી અને બાકીના વડા એમજ ગ્રેવીમાં ઉમેરી તેને ૫-૭ મિનિટ માટે ઉકાળો. પછી તેને ઉપરથી ગરમ મસાલો, કોથમીરથી સજાવી સર્વ કરો.
- 9
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (9)