કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)

#ATW1
#TheChefStory
કાંદા ભજીયા એ આમ તો બધે જ મળતા હોય છે પરંતુ મુંબઈ નું આ સ્ટ્રીટ ફૂડ છે અને તમે મુંબઈ જાવ અને આ કાંદા ભજીયા ના ખાધા તો તમે કઈ જ નથી ખાધું એવું લાગે કાંદા ભજીયા બનાવવામાં એકદમ સરળ અને ફટાફટ બની જાય છે
કાંદા ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રંચી હોય છે વરસાદ માં તો ખાસ બનાવાય છે સાંજ ની ભૂખ માં આદુ ફુદીના વાળી ચા અને કાંદા ભજીયા મળી જાય તો મઝા પડી જાય

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ને છોલી લાબી લાંબી કાપી લેવી
- 2
ત્યાર પછી તેમાં મીઠું ઉમેરી હાથ થી બરાબર મિક્સ કરવું પછી 10 મિનિટ ઢાંકી ને રાખવુ
- 3
હવે તેમાં લાલ મરચું, ધાણાજીરું,હિંગ અને હળદર ઉમેરવું
- 4
ત્યાર પછી લીલા મરચાં અને લીલા ધાણા ઉમેરી બરાબર મિક્સ કરવું
- 5
હવે તેમાં બેસન અને ચોખા નો લોટ ઉમેરી બરાબર મિક્સ કરવું
- 6
ત્યાર પછી તેમાં અજમો ઉમેરી બરાબર મિક્સ કરો હવે એક કડાઈ માં તેલ ગરમ કરી પહેલા તેમાં મરચા તળી લેવા
- 7
ત્યાર પછી તેમાં કાંદા ભજીયા તળી લેવા અને પેપર પર કાઢી લેવા જેથી વધારા નું તેલ નીકળી જાય
- 8
હવે ગરમ ગરમ કાંદા ભજીયા ની ઉપર ચાટ મસાલો ભભરાવી પછી તળેલા લીલા મરચાં અને ટોમેટો સોસ સાથે સર્વ કરવા
- 9
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ