રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો,રવો,તેલ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી રોટલી થોડો કઠણ લોટ બાંધી 15 મિનિટ માટે તેને રેસ્ટ આપવો.
- 2
હવે એક બાઉલમાં બાફેલા બટાકા લઈ તેનો હાથથી અધકચરા મેસ કરવા. પછી તેમાં બાફેલા વટાણા અને સ્ટફિંગ માટેની બધી સામગ્રી ઉમેરી બરોબર મિક્સ કરી ઘુઘરા નું સ્ટફિંગ તૈયાર કરી લેવું.
- 3
હવે લોટને બરોબર મસળી તેના નાના પૂરી જેટલા લૂઆ કરી લેવા. પછી તેમાંથી પૂરી વણી વચ્ચે સ્ટફિંગ મૂકી પૂરીને ફોલ્ડ કરી કિનારી દબાવી લેવી. અને તેની કાંગરી વાળી લેવી.
- 4
હવે એક કડાઈ માં સ્લો ટુ મીડીયમ ગેસ પર તેલ ગરમ કરવું. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ઘૂઘરા તળી લેવા.
- 5
હવે એક સર્વિંગ પ્લેટ લઈ તેમાં ઘુઘરા મુકવા. પછી ઘૂઘરા માં વચ્ચે ખાડો કરી તેમાં ગોળ આમલીની ચટણી,ગ્રીન ચટણી, ચીલી ગાર્લિક ચટણી,દાડમ, મસાલા શીંગ, કાદાં કોથમીર અને સેવ થી ગાર્નીશ કરી સર્વ કરવું.
- 6
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (26)