દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)

#RB13 દાળબાટી રાજસ્થાની વાનગી છે.સમગ્ર દેશ માં આ વાનગી ખુબજ હોશ થી ખવાય છે.વડી ગુજરાતી લોકો તો ખાવાના ખૂબ જ શોખીન હોઈ આ વાનગી ને પણ પોતાની આગવી શૈલી માં બનાવી પીરસે છે.અહી આજે મે આ દાળ બાટી ખુબજ ઝડપથી ને સરળ રીતે બનાવી છે. .

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને બે થી ત્રણ વાર ધોઈ કુકર મા બાફવા મૂકો.દાળ ને બને તો ગરમ પાણી થી ધોવી અને તમાવેક ચપટી હળદર મેળવી બાફવા મૂકી દો
- 2
હવે આપેલી માત્રા અનુસાર કક્ર લોટ માં મીઠું ને અજમો ઉમેરી મિલ નાખી કઠણ નાના બાટી ના લૂઆ બનાવો..હવે અપ્પામ પાન લઇ તા સહેજ તેલ ચોપડી બાટી શેકાવા મૂકો.. વારે વારે ફેરવતા રહેવું.વડી બાટી કાચી ન રહે તે માટે બાટી માં સહેજ ચપ્પા થી કાપા કરી શેકાવા મૂકો..
- 3
હવે બફાઈ ગયેલી દાળ વઘારવા એક કડાઈ માં આપેલી માત્રા અનુસાર તેલ લત જીરું ઉમેરો હવે જીરું ફૂટતા તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ સાંતળો ત્યારબાદ તેમાં મીઠા લીમડા ના પાન,ડુંગળી,ટામેટા ઉમેરી તમામ મસાલા કરી લો..બધું સંતળાઈ ને તેલ છૂટે એટલે બફાયેલી દાળ તેમાં ઉમેરી બરોબર મિક્સ કરો.લીંબુ નો રસ સ્વાદ અનુસાર મેળવો..કોથમીર થી ગાર્નિશ કરી બાટી સાથે પીરસો...
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)