રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કરછમાં ભટ્ટર કહે છે,પણ જામનગર ની પ્રખ્યાત રસપાંઉ માટે કડક પાંઉ ને ચપ્પુ વડે ૨ ફાડ કરવા.
- 2
ત્યારબાદ એક તપેલીમાં પાણી લો, અને તે ગરમ કરવા મૂકો તેમાં આંબલી અને ગોળ ઉમેરી અને ૫ મીનીટ ઉકાળો, અથવા આંબલી નવશેકા પાણીમાં જરૂર મુજબ પલાળી ને તેમાં ગોળ અને પાણી જરૂર મુજબ ઉમેરો,પછી તેમાં સૂકા લાલ મરચાં ની પેસ્ટ, મીઠું, ધાણાજીરું પાઉડર,હળદર, મરચું પાઉડર, ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- 3
1 વાટકી માં લીલા મરચા ની પેસ્ટ,૨ વાટકી માં લસણની ધટ્ટ ચટણી(જરૂર મુજબ પાણી),અને રસપાંઉ સ્પેશિયલ ગોળ આંબલી ની લાલ સૂકા મરચાં વાળી ચટણી લો.
- 4
૧ ડિશમાં કડક પાંઉ,તેના પર રસપાંઉ સ્પેશિયલ ચટપટી ચટણી, લીલા મરચા ની પેસ્ટ, લસણની ચટણી, મસાલા શીંગ ઉમેરો અને સમર નાસ્તો તૈયાર છે...... વેકેશન ના સમૂહનાસ્તા નો આનંદ લો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16498582








ટિપ્પણીઓ