વેજીટેબલ રાઈસ પેન કેક (Vegetable Rice Pancake Recipe In Gujarati)

Hemaxi Patel @Hemaxi79
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર ને ચોપર માં ચોપ કરી લેવું. કેપ્સીકમ, ટામેટું, લીલાં મરચાં અને કોથમીર ને ઝીણું સમારી લેવું. હવે એક બાઉલમાં ચોખા નો લોટ, દહીં, બધા વેજીટેબલ અને પાણી ઉમેરી ને મિક્સ કરી લેવું.
- 2
પછી તેમાં ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, મીઠું, બેકિંગ સોડા, હિંગ, શેકેલા જીરાનો પાઉડર અને આખું જીરું ઉમેરી ને મિક્સ કરી લેવું.
- 3
હવે એક પેન ને ગરમ કરી
તેમાં થોડું તેલ રેડી કોટીંગ કરો
ત્યાર બાદ ગેસ ની ફ્લેમ ધીમી રાખી
બનાવેલું બેટર પેન માં રેડી સરસ રીતે ગોળ આકાર માં ફેલાવો
જરૂર પ્રમાણે ગેસ ની ફ્લેમ વધારી ઘટાડીને બન્ને તરફ ની સપાટી થોડું તેલ મૂકીને શેકી લેવા. - 4
તો તૈયાર વેજીટેબલ રાઈસ પેન કેક જેને મેં ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે.
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16514657

















ટિપ્પણીઓ (26)