અળવી ના પાત્રા

Gauri Sathe @gauri
અળવીના પાત્રા એ એક પારંપારિક વાનગી છે. આખા ભારત મા તે ખવાય છે.
#RB15
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અળવીના પાનના ડીટાં અને રેસા કાઢી ધોઈને પાણી નિતારી લો.
- 2
હવે ચણાના લોટ મા બધા જ મસાલા અને એક ટેબલ સ્પૂન તેલ નાખી ઘટ્ટ ખીરુ તૈયાર કરો. હવે અળવીનુ પાન ઉંધુ મુકી તેના પર ખીરુ ચોપડો હવે તેના પર ફરી એક પાન મુકી ખીરુ ચોપડો.આવી રીતે 2 અથવા 3 પાન લઈ ખીરુ ચોપડી સાઇડથી વાળતા વાળતા ઘટ્ટ રોલ કરો.
- 3
આ રોલને સ્ટીમર મા 25મીનીટ માટે સ્ટીમ કરો. ઠંડા થયા પછી તેના ગોળ પીસ કરી મધ્યમ આંચ પર તળી લો.
ઠંડા થાય એટલે અળવીના પાત્રા સર્વ કરવા માટે તૈયાર છે. - 4
આ પાત્રા તળવા ના હોય તો સ્ટીમ કર્યા પછી તેના પીસ કરી મીઠો લીમડો, રાઇ અને તલ નાખી વઘારી લેવા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16547445



ટિપ્પણીઓ (2)