રાંધવાની સૂચનાઓ
- 1
પેલા કાબુલી ચણાને છ સાત કલાક પલાળી લો. પછી કુકર માં ગરમ પાણીમાં ચણા માં મીઠું ઉમેરી ને બાફી લો. તેમજ ટામેટાં અને ડુંગળી ની પ્યૂરી બનાવી લો. અને આદુ, મરચા અને લસણની પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક લોયામાં તેલ ગરમ કરી પછી તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ તેમજ હિંગ ઉમેરો અને એકાદ મિનિટ સુધી સાંતળી લો. પછી તેમાં ડુંગળી ઉમેરો હવે તેમાં હળદર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો અને બે-ત્રણ મિનિટ સુધી ચઢવા દો.
- 3
ત્યાર પછી તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરો અને પછી લાલ મરચું પાઉડર ધાણાજીરૂ અને ગરમ મસાલો ઉમેરો અને મિક્સ કરીને ચાર પાંચ મિનિટ સુધી ગ્રેવીને ચડવા દો.
- 4
ત્યાર પછી ગ્રેવી બરાબર પાકી જાય પછી તેમાં બાફેલા ચણા અને લીંબુનો રસ ઉમેરો અને બરાબર હલાવી લો ફરી તેને પાંચેક મીનીટ સુધી કૂક થવા દો બધા મસાલા બરાબર ચડી જાય પછી ગેસ બંધ કરો છો તૈયાર છે છોલે.
- 5
પૂરી બનાવવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લો ત્યારબાદ તેમાં તેલ મીઠું જરૂર મુજબ પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધી લો ત્યારબાદ તેના લુઆ પાડી ને પૂરી વણી લો અને કડાઈમાં તેલ ગરમ મૂકી પૂરીને બંને બાજુથી ગુલાબી રંગની તળી લો
- 6
ગરમાગરમ છોલે પૂરી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ