રીંગણ નો ઓરો (Ringan Oro Recipe In Gujarati)

શિયાળા માં ખાવાની ખુબજ મજા આવે...તેમાં પણ બાજરી નો રોટલો અને રીંગણ નો ઓરો ની તો વાત જ અલગ છે.
રીંગણ નો ઓરો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા માં ખાવાની ખુબજ મજા આવે...તેમાં પણ બાજરી નો રોટલો અને રીંગણ નો ઓરો ની તો વાત જ અલગ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ને ધોઈ ને કપડાં વડે લૂછી ને તેમાં તેલ લગાડી ગેસ પર શેકવા.મરચું,આદુ,લીલું લસણ ની પેસ્ટ બનાવો.સૂકી અને લીલી ડુંગળી,ટામેટું કટ કરો.લિલી ડુંગળી ના પાન ને કટ કરવા.
- 2
બરાબર સેકી ને તેના પર ની ફોતરી કાઢી લેવી.તેના ડીટીયા ના ભાગ ને કાપી નાખવું.તેને ક્રશ કરી લેવો.
- 3
હવે 3 થી 4 ચમચી તેલ અને 2 ચમચી ઘી મૂકી તેમાં જીરું નાખી હિંગ ઉમેરી તેમાં લીલું લસણ,આદુ અને મરચાં ની પેસ્ટ ઉમેરી સાંતળવું.પછી સૂકી અને લીલી કટ કરેલ ડુંગળી સાતળો.પછી કટ કરેલ ટામેટાં,લીલા પાન થોડા સાતળો.5 થી 8 મિનિટ પછી તેમાં બધા મસાલા કરી હલાવી રિંગણ ક્રશ કરેલ નાખવું.હવે બરાબર મિક્ષ કરી તેમાં લિલી ડુંગળી ના પાન અને કોથમીર થી ગાર્નિશ કરવું.તો રેડી છે રીંગણ નો ઓળો.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ