રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર એક વાસણ લઇ તેમાં તેલ નાખો.ત્યારબાદ તેમાં હિંગ નાખીને આદુ લસણ મરચાં વાટેલા નાખીને હલાવી લો.થોડી વાર પછી બાફેલા બટાકા મેષ કરી ને નાખો.તેમાં હળદર નાખીને હલાવી લો.હવે લીલા ધાણા નાખીને મિક્સ કરી દો.
- 2
હવે તેના આ રીતે ગોળા વાળી લો.એક નાના વાસણ માં તેલ લઇ રાઈ કકડાવીને લસણની ચટણી ગરમ કરી દો.
- 3
બીજી બાજુ ચણા નો લોટ લઈ તેમાં મીઠું,અજમો અને સોડા નાખીને થોડું જાડું ખીરું તૈયાર કરી દો.હવે બટાકાના જે ગોળા તૈયાર કર્યા હતા તે ચણાના લોટ ના ખીરામાં બોળીને ગેસ પર તેલ ગરમ કરીને તળીને વડા તૈયાર કરી લો.
- 4
હવે પાઉં લઇ તેના પર લસણની તથા મરચાની ચટણી વારાફરતી લગાવીને વચ્ચે વડુ મૂકી ને તેમાં સેવ ભભરાવીને ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16683746














ટિપ્પણીઓ (6)