જામ ફીલ્ડ ક્રીસમસ ટ્રી બ્રેડ (Jam Filled Christmas Tree Bread Recipe In Gujarati)

જામ ફીલ્ડ ક્રીસમસ ટ્રી બ્રેડ (Jam Filled Christmas Tree Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં હૂંફાળું પાણી લઈ તેમાં ખાંડ અને યીસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી 10 મિનિટ ઢાંકીને રહેવા દો.
- 2
હવે તેમાં ચાળેલો મેંદો અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો હવે તેમાં ઓઈલ ઉમેરી 10 મિનિટ સુધી મસળી લો. તેલ વાળો હાથ લગાવી ઢાંકીને હૂંફાળી જગ્યામાં 30 મિનિટ સુધી રહેવા દો.
- 3
ફીલીન્ગ માટે એક સોસ પેનમાં સ્ટ્રોબેરી અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી ધીમા તાપે ચડવા દો સ્ટ્રોબેરી નરમ થાય ત્યાં સુધી ચડવા દો પછી તેમાં જામ ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી લો.
- 4
લોટ ફુલી ને ડબલ થઈ જશે. હવે તેમાં થી એર કાઢી બરાબર મસળી લો. તેમાંથી બે લુઆ કરી પ્લેટફોર્મ પર વણી સહેજ મોટું ત્રીકોણ આકાર માં કટ કરી લો. આવી રીતે બીજું પણ વણી લો. હવે એક પડ ઉપર તૈયાર કરેલું ફીલીન્ગ કિનારી છોડીને પાથરી લો અને તેના પર બીજું પડ મુકી દો. વચ્ચેની થોડી જગ્યા છોડી બંને બાજુ થી કાપા પાડી તેને ટ્વીસ્ટ કરી લો.
- 5
હવે તેને ઢાંકીને 10-15 મિનિટ સુધી રહેવા દો. ત્યાં સુધી ઓવન ને 180° પર પ્રીહીટ કરી લો. હવે પ્રુફ થયેલી ક્રીસમસ ટ્રી બ્રેડ ને 10-15 મિનિટ બેક કરી લો. હૂંફાળી સર્વ કરો.
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (3)