દહીં કચોરી (Dahi Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા મેંદો લઈ તેમા અજમા,મીઠું અને તેલ નાખી મિક્સ કરી પાણી જરૂર મુજબ લઈ લોટ બાંધવો.
- 2
હવે એક કુકર મા બટાકા ને વટાણા બાફી લેવા.પછી એક બાઉલ મા કાઢી બટાકા ની છાલ ઉતારી તેમા મીઠું,લાલ મરચુ પાઉડર, ધાણાજીરૂ,ચાટ મસાલો,ગરમ મસાલો,કોથમીર, લીંબુ બધુ ઉમેરી મિક્સ કરી લો.
- 3
હવે લોટ માથી નાના લુઆ કરી પૂરી વણી લેવી.હવે તેમા મસાલા નુ સ્ટફિંગ ભરી તેને પેક કરી દેવી.
- 4
હવે એક પેન મા તેલ લઈ ગરમ કરી મૂકી દો. ગરમ થઈ જાય એટલે તેમા કચોરી બ્રાઉન કલર થાય એ રીતે તરી લો.
- 5
હવે એક પ્લેટ મા લઈ તેના કટકા કરી તેના પર ગ્રીન ચટણી,લાલ મરચા ની ચટણી,ખજૂર ની ચટણી,ડુંગળી,દહીં,સેવ અને કોથમીર થી ગાર્નિશ કરી લો.
- 6
તો તૈયાર છે આપડી દહીં કચોરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16731709



















ટિપ્પણીઓ