ખીચડો (Khichdo Recipe In Gujarati)

#US
આ વાનગી અમારા ઘરમાં બહુ પ્રાચીન સમયથી એટલે કે મારા દાદી અને પછી મારા ફઈ જુની રીત પ્રમાણે ખીચડો બનાવતા અને આજની તારીખે બનાવે છે એટલે આર વાનગી મે અને મારા ફઇએ સાથે મળીને બનાવેલ છે
ખીચડો (Khichdo Recipe In Gujarati)
#US
આ વાનગી અમારા ઘરમાં બહુ પ્રાચીન સમયથી એટલે કે મારા દાદી અને પછી મારા ફઈ જુની રીત પ્રમાણે ખીચડો બનાવતા અને આજની તારીખે બનાવે છે એટલે આર વાનગી મે અને મારા ફઇએ સાથે મળીને બનાવેલ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં ને મિક્સર જારમાં લઈ અને પીસવા હવે હવાલામાં કાઢી તેને ચાળવા જેથી સૌથી ઝીણો ભાગ નીકળી જશે પછી એ જ ઘઉં ને ચારણીમાં લેવાય જેથી એનાથી થોડો કરકરો ભાગ જુદો થશે ત્યારબાદ ફરીથી મિક્સર જારમાં ઘઉં ને લઈ એક બે ટ્વીસ્ટ આપવા જેથી જો આખા ઘઉં રહી ગયા હશે તો એ આપણે ઘઉંના ફાડાની જેમ થઈ જશે
- 2
ત્યારબાદ ત્રણેય મિશ્રણને એક બાઉલમાં લઈ તેમાં દૂધ અને પાણી નાખી 1/2કલાક પલાળવું ત્યારબાદ કુકરમાં આ મિશ્રણને તપેલીમાં લઈ કુકરમાં છ સાત સીટી એ બાફવા મૂકવું કુકર ઠંડુ થયા બાદ ખોલી અને ચેક કરવું મિશ્રણ બફાઈ ગયા પછી બહાર કાઢી ગેસ પર સીજવવા મૂકવું
- 3
ગેસ પર મૂક્યા પછી તેમાં ગોળ, ઇલાયચી નાખી ધીમે ધીમે ઘટ્ટ થવા માંડે અને એમાં ચમચો કે જાળી જેનાથી પણ આપણે હલાવતા હોય સ્થિર તેમાં ઉભો રહે એટલે થઈ ગયું એમ માનવું
- 4
પછી થાળીમાં ઘી લગાવી પાથરી દેવું ત્યારબાદ ઉપર પણ ઘી રેડવું અને તેની ઉપર જરૂર મુજબ ટોપરાનું જાડું કે ઝીણું ખમણ નાખી ઠરી ગયા બાદ એટલે કે ઠંડુ થયા બાદ કાપા પાડવા તો તૈયાર છે સરસ મજાનો ખીચડો
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (7)