રાંધવાની સૂચનાઓ
- 1
રાજમાને આખી રાત પલાળી રાખવા પછી તેને ધોઈ બાફી લેવા
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી પછી તેમાં બધા જ ખડા મસાલા ઉમેરવા. પછી તેમાં કાંદા ઉમેરી સાંતળો. પછી તેમાં લસણની પેસ્ટ, આદુની પેસ્ટ અને સમારેલા મરચા ઉમેરી સાંતળો. પછી તેમાં સૂકા મસાલાની પેસ્ટ ઉમેરી સાંતળો.
- 3
તેલ છૂટું પડે પછી તેમાં ટામેટા અને મીઠું ઉમેરી સાંતળો. ટામેટા સોફ્ટ થઈ જાય એટલે તેમાં ગરમ મસાલો અને રાજમા મસાલો ઉમેરીને મિક્સ કરો પછી તેમાં પાણી સાથે બાફેલા રાજમા ઉમેરો.
- 4
પછી તેમાં એક ગ્લાસ ગરમ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકીને 8-10 મિનિટ રાજમાને ચડવા દેવા.
- 5
બરાબર ચડી એકરસ થાય એટલે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16793209










ટિપ્પણીઓ