પફ (Puff Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી તેને મિક્સ કરી દેવાના વટાણાને બોઈલ કરી લેવાના ડુંગળીને ઝીણી સમારી લેવાની. વટાણા અને બાફી દેવાના.
- 2
એક નોનસ્ટીક પેન લઈ તેની અંદર થોડું તેલ અને બટર નાખી ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાંખી તેને સાંતળી લેવાની એ સંતળાઈ જાય ત્યારબાદ તેમાં બોઈલ કરેલા વટાણા ઉમેરવા.
- 3
હવે તેમાં બાફેલા બટેટાનો માવો નાંખી ત્યારબાદ તેમાં હળદર, મીઠું, મરચાનું ભૂકો, કિચન કિંગ મસાલો, નાખી બધું બરાબર મિક્સ કરી દેવાનું.
- 4
હવે એક પફની પીલો શીટ લઈ તેમાં બરાબર વચ્ચે પૂરણ મૂકી તેમાં ત્રિકોણ અથવા ચોરસ શેપ આપી એવી રીતના બધા પફ રેડી કરી દેવાના. તેની ઉપર બટરથી થોડું ગ્રીસ કરી દેવાનું.
- 5
ત્યારબાદ માઈક્રો કન્વેક્શનમાં 180 ડિગ્રી પ્રિહિટ કરી તેમાં 25 મિનિટ માટે પફને બેક કરવા મૂકી દેવાના. તૈયાર છે બહાર જેવા જ ગરમાગરમ પફ સર્વ કરવા માટે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16794719














ટિપ્પણીઓ (11)