મેથી નાન (Methi Naan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ એક બાઉલમાં મેંદાનો લોટ નાખી તેમાં મીઠું, બુરુ ખાંડ એક ચમચી, ખાવાનો સોડા, કોથમીર અને મેથી નાખી લોટમાં બરોબર ભેળવો.
- 2
લોટમાં બધું ભળી જાય પછી તેમાં દહીં નાખી લોટને બાંધો. થોડું પાણી નાખી લોટને બાંધતા જાવ. ત્યારબાદ તેલ લગાડી લોટને બરાબર મસળો. તને એક કલાક ઢાંકી રાખો.
- 3
ત્યારબાદ પાટલા ઉપર થોડો લોટ લગાડી તને લંબગોળ આકારમાં વણો. વણતા પહેલા તેની ઉપર કાળા તલ અને સફેદ તલ નાખી દબાવો. અને હવે લંબગોળ આકારમાં વણો. ત્યારબાદ તેની બીજી બાજુ થોડુંક પાણી લગાડી ગરમ તવા ઉપર નાખો. ત્યારબાદ થોડી વાર પછી તવીને ઉંધી કરી શેકો. એવી રીતે બધી જ નાની તૈયાર કરો.
- 4
તો તૈયાર છે બધાની મનપસંદ એવી મેથી નાન. આજે મેં સર્વ કરેલ છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16802261














ટિપ્પણીઓ