શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#WEEK3
#SHAHITUKDA
#RABDI
#ROYAL
#DRYFRUIT
#DESSERT
#COOKPADINDIA
#COOKPADGUJRATI
શાહી ટુકડાએ મૂળ રીતે નવાબોની વાનગી છે. પરંતુ નવાબોના સમયમાં શાહી ટુકડા બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ થતો ન હતો. નવાબોના સમયમાં શાહી ટુકડા એટલે, એકદમ જાડી મલાઈના પોપડાને અન્ય સુકામેવા ,ગળપણ ,રબડી વગેરે સાથે ઉમેરીને તૈયાર કરવામાં આવતી હતી. આથી જ તો એ શાહી કહેવાથી હતી પરંતુ સમય જતાં અને સામાન્ય નગરજનો માટે આ રીતે આ વાનગી ખાવી શક્ય ન હતી. આથી જ્યારે બ્રેડ પાઉં વગેરે ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેના ટુકડાને ઘીમાં તળીને મલાઈની જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો પ્રચલિત થયો. અને આ રીતે લખનઉના નવાબોની વાનગી શાહી ટુકડા શાહી બ્રેડ ટુકડા અથવા તો શાહી બ્રેડ ટુકડા વીથ રબડી વગેરે નામો સાથે નવા રૂપમાં અસ્તિત્વમાં આવી. પરંતુ સામાન્ય રીતે તે હવે ક્ષય ટુકડા તરીકે જ પ્રચલિત પામેલ છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ખાંડ લઈ ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી સાથે તેમાં કેસર અને ઈલાયચી ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી અને પછી એક થી બે ઉઘરા આવે પછી ગેસ બંધ કરી લો.
- 2
બીજી તરફ એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ લઈ તેમાં ખાંડ, કેસર, ઈલાયચી ઉમેરી તેને ઉકાળવા મૂકો. 10 થી 12 મિનિટ થઈ જાય પછી તેમાં તાજી બ્રેડ નો ભૂકો, ડ્રાયફ્રુટ ની કતરણ અને મિલ્ક પાઉડર ઉમેરી ફરી બીજી 7 થી 8 મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવતા રહીને ધીમા તાપે ઉકાળવા દો. આ ભાગનું દૂધ બળી જાય એટલે ગેસ બંધ કરી તેમાં હેન્ડ મિક્સી ફેરવી વધુ એક રસ કરી લો.
- 3
હવે તેમાં ગુલાબજળ ભેળવી દો.
- 4
બ્રેડની ચારે તરફ કિનાર કટ કરી બ્રેડના ફોટામાં બતાવ્યા પ્રમાણે ટુકડા કરી લો. પછી એક કડાઈમાં ગરમ તેલ મૂકી તેમાં આ ટુકડાને ગોલ્ડન કલર ના થાય તે રીતે તળી લો.
- 5
હવે તેને તૈયાર કરેલી ચાસણીમાં મૂકીને બે સેકન્ડ પછી ફેરવી દો અને પછી ચીપિયા ની મદદથી બધી જ બ્રેડની સ્લાઈસ બહાર કાઢી લો.
- 6
હવે એક બાઉલમાં તૈયાર કરેલા શાહી ટુકડા ની ઉપર તૈયાર કરેલી રબડી ઉમેરો અને 3/4 કલાક માટે ઠંડુ કરવા રહેવા દો.
- 7
હવે એકદમ ઠંડા ઠંડા તૈયાર કરેલા શાહી ટુકડાને સર્વિંગ ડીશમાં લઈ ઉપરથી કાજુ, બદામ, પિસ્તા ની કતરણ, દૂધમાં પલાળેલું કેસર વગેરે ઉમેરીને ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (11)