બટાકા ના ઢોકળા (Bataka Dhokla Recipe In Gujarati)

#DRC
મિત્રો તમે ઢોકળા તો ઘણા બધા પ્રકારના ખાધા હશે આજે હું તમને એક નવા પ્રકારના ઢોકળા ની રેસીપી શેર કરું છું જે બનાવવામાં ખૂબ જ સહેલી છે
બટાકા ના ઢોકળા (Bataka Dhokla Recipe In Gujarati)
#DRC
મિત્રો તમે ઢોકળા તો ઘણા બધા પ્રકારના ખાધા હશે આજે હું તમને એક નવા પ્રકારના ઢોકળા ની રેસીપી શેર કરું છું જે બનાવવામાં ખૂબ જ સહેલી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેકા ને સારી રીતે ધોઈને તેની છાલ કાઢીતેના ટુકડા કરી લેવા પછી તેને મિક્સર જારમાં લઈ તેમાં આદુ મરચાં અને લસણ અને દહીં નાખી ક્રશ કરી લેવું
- 2
પછી તેને એક બાઉલમાં લઈ લેવું અને તેની અંદર ઝીણો રવો નાખી મિક્સ કરી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી જરૂર જણાય તેટલું પાણી નાખી મિક્સ કરી ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દેવું
- 3
દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી તેને ફરીથી મિક્સ કરી ફરીથી જરૂર જણાય તેટલું પાણી નાખી સમારેલી ઝીણી કોથમીર નાખી 1 ચમચી તેલ નાખી મિક્સ કરી તેની અંદર ઇનો નાખી મિક્સ કરી ખીરું તૈયાર કરી લેવું
- 4
પછી તેલથી ગ્રીસ કરેલી થાળીમાં ખીરું પાથરી તેની ઉપર લાલ મરચું પાઉડર સ્પ્રિંકલ કરી પહેલેથી ગરમ કરેલા સ્ટીમર ની અંદર મીડીયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કરી લેવા
- 5
15 મિનિટ પછી ચેક કરી ઢોકળા ની થાળી કાઢી લઈ થોડા ઠંડા થાય એટલે તેની ઉપર તેલ લગાવી કટ કરી સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી ગરમ ગરમ ઢોકળાને સર્વ કરવા
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ