સ્ટ્રીટ સ્ટાઈલ પાઉં ભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર, બટાકા અને વટાણા ને સમારી ધોઈ નાખી બાફી લેવા
- 2
એક પૅન માં તેલ અને ઘી મૂકી ગરમ થાય એટલે આદું અને લસણ ની પેસ્ટ ઉમેરીને કાંદા અને કૅપ્સીકમ સાંતળો
- 3
સાંતળી લીધાં પછી મિક્સર માં વાટી લો
- 4
ટામેટા ની પ્યુરી બનાવી તેમાં ઉમેરો
- 5
મીઠું સ્વાદાનુસાર નાખી હળદર અને મરચું પાવડર નાખી પાઉં ભાજી નો મસાલો નાખી થવા દો
- 6
બાફેલા બટાકા ફ્લાવર અને વટાણા ને ક્રશ કરી ટામેટા ની પ્યુરી માં ઉમેરો
- 7
૫-૧૦ મિનિટ સુધી થવા દો અને પછી પાઉં સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16839601















ટિપ્પણીઓ (5)