કલર ફૂલ ટી ટાઈમ કેક (હોળી સ્પેશિયલ)

#HRC
આ કેક આજે મારા દિકરા એ બનાવી છે.જ્યારે હોળી રેસિપી ચેલેન્જ આવી એટલે તેને મને એમ કીધું કે મમ્મી તું આ વખતે બધા કલર ની મિક્સ કેક બનાવજે.એટલે તેને મને યાદ કરાવ્યું કે મમ્મી આજે આ ચેલેન્જ નો લાસ્ટ દહીં છે .એટલે તરત મે બધી તૈયારી કરી આપી અને હું કહેતી ગઈ તેમ તે કરતો ગયો.અને ફાઈનલી કલર ફૂલ કેક બઈ ગઈ.તો તમે બધા પણ ચોક્કસ ટ્રાય કરજો બહુ મસ્ત બની અને ફોટા પડ્યા ત્યાં તો ખવાય પણ ગઈ.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ ખાંડ,તેલ અને દહીં લઈ ને બરાબર મિક્સ કરી લો.ત્યાર બાદ તેમાં એસેન્સ ઉમેરી ને ફરી બધું મિક્સ કરો.
- 2
ત્યાર બાદ તેમાં મેંદો બેકિંગ પાઉડર,બેકિંગ સોડા બધું ચાલી ને મિશ્રણ માં ઉમેરી લો.ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે દૂધ નાખો.ત્યાર બાદ તેમાં મિલ્ક પાઉડર ઉમેરી ને ફરીથી મિશ્રણ બરાબર મિક્સ કરી લો.જરૂર લાગે તો થોડું પાણી અથવા દૂધ ઉમેરી ને મિશ્રણ તૈયાર કરો.
- 3
હવે તેના એક સરખા પાંચ ભાગ કરી લો.બધા ભાગ મા અલગ અલગ કલર ઉમેરી ને મિશ્રણ ને ફરીથી મિશ્રણ રેડી કરો.બેકિંગ ટ્રે ને મેન્ડથી ડસ્ટ કરી ને તૈયાર કરી લો.
- 4
હવે તેમાં પેલા ઓરેન્જ મિશ્રણ રેડો.ત્યાર બાદ તેમાં બ્લુ,પીળો,ગ્રીન અને રેડ મિશ્રણ ને વારાફરતી રેડો.ઉપર થોડી ટુટી ફ્રુટી નાખો અને મિશ્રણ ટેપ કરી ને પ્રિહિટ કરેલા ઓવન માં ૩૦ મિનિટ માટે બેક કરવા મૂકો.
- 5
૩૦ મિનિટ પછી તૈયાર થયેલી કેક ને કપડા વડે ૧૫ મિનિટ ઢાંકી દો.હવે કેક ઠંડી થાય એટલે તેને સ્લાઈસ કટ કરી લો જેથી બધા કલર સરસ દેખાય.
- 6
તો તૈયાર છે બાળકો ની ફેવરિટ અને હોળી માટે સ્પેશિયલ કલર ફૂલ ટી ટાઈમ કેક.જે નાના મોટા સૌ ની પ્રિય.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)