ફણગાવેલા ચણા નું શાક

ફણગાવેલા કઠોળ માંથી આપણને જોઈતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે . માટે નાના મોટા બધા એ ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ . અમારા ઘરમાં ફણગાવેલા કઠોળ માંથી સલાડ અને આવી રીતે રસાવાળું શાક પણ બને છે . તો આજે મેં ફણગાવેલા ચણા નું શાક બનાવ્યું જે સ્વાદમાં એકદમ સરસ લાગે છે. આ શાક તમે ડાયેટ મા પણ ઉપયોગમા લઈ શકો છો . ખૂબ જ ઓછી સામગ્રી મા સરસ હેલ્ધી રેસીપી બનાવી શકાય છે .

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકર મા ફણગાવેલા ચણા નાખી તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખી થોડું મીઠું નાખી અને બે સીટી કરી લેવી. ટામેટાં સમારી લેવા લીલું મરચું આદુ ની પેસ્ટ બધી સામગ્રી તૈયાર કરી લેવી.
- 2
કુકર મા તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે રાઈ,મેથી, જીરું, હિંગ અને સૂકું લાલ મરચું નાખી તેમાં હળદર ઉમેરવી.
- 3
હવે તેમાં સમારેલા ટામેટા લીલા મરચા અને આદુની પેસ્ટ નાખી વઘાર કરવો. ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરૂ સ્વાદ અનુસાર મીઠું નાખી ટમેટાને બે થી ત્રણ મિનિટ માટે સાંતળી લેવા. ત્યારબાદ તેમાં બાફેલા ચણા નાખી મિક્સ કરી લેવું. શાક ને બે થી ત્રણ મિનિટ સુધી તેલમાં ચડવા દેવું.
- 4
હવે તેમાં ચણા બાફવામાં જે પાણી હતું તે એડ કરી એકથી બે મિનિટ માટે ઉકળવા દેવું ત્યારબાદ ફરી કુકરનું ઢાંકણ બંધ કરી એક સીટી કરી લેવી એટલે બધો જ મસાલો સરસ રીતે ચણામાં મિક્સ થઈ જશે. કુકર ઠંડુ થાય એટલે ખોલી અને શાકને જરા ચેક કરી લેવું. છેલ્લે તેમા લીંબુ નો રસ નાખી શાક ને મિક્સ કરી લેવુ.
- 5
સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીરથી ગાર્નીશ કરી ગરમ ગરમ શાકને સર્વ કરવું.
તો તૈયાર છે
ફણગાવેલા ચણા નું શાક આ શાકને તમે રાઈસ સાથે અથવા રોટલી સાથે સર્વ કરી શકો છો. મે ફૂલકા રોટલી સાથે સર્વ કર્યુ છે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ