સરગવાના સિંગ ની દાળ
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર દાળ ધોઈ કુકર માં 3,4 સિટી કરી બાફી લેવી. કુકર ઠરે એટલે દાળ બ્લેન્ડર વડે એક રસ કરી લેવી.જરૂર મુજબ પાણી એડ કરી ફરી બ્લેન્ડ કરવી.
- 2
સરગવાની સિંગ ના કટકા કરવા. મરચાં, ટમેટા સમારવા, આદુ ક્રશ કરવું. બધાં મસાલા લેવા.
- 3
એક પેન માં તેલ લઈ,તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, મરી, લવિંગ,તજ, આદુ, લીંબડા ના પાન,અને હિંગ એક પછી એક ઉમેરી ધીમા તાપે વગાર કરવું. તેમાં પછી સમારેલ મરચાં, ટામેટું, સરગવાના કટકા ઉમેરી 2 મિનિટ સાંતળવું.
- 4
હવે દાળ ઉમેરી હલાવવું, અને બાકી મસાલા, ગોળ મીઠું ઉમેરી 5,7 મિનિટ દાળ ઉકળવા દેવી. હવે કોથમીર થી ગાર્નિશ કરી ગરમ દાળ સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16937413











ટિપ્પણીઓ (2)