ફરાળી સાબુદાણા ની મુરખા
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને આખી રાત અથવા 4,5 કલાક પલાળી દો. બટાકા બાફી લ્યો.
- 2
- 3
હવે બટાકા બફાઈ જાય એટલે છાલ કાઢી ખમણી માં છીણી નાખો. અને સાબુદાણા હાથે થી મિક્સ કરી 1 નાની વાટકી પાણી નાખી 5,7 મિનિટ ગેસ પર ધીમા તાપે ચડવા દો. અને વચ્ચે ચમચા વડે હલાવતા રયો.
- 4
- 5
હવે બટાકા સાબુદાણા, મિક્સ કરો. તેમાં મરી નો ભૂકો ને મીઠું ઉમેરી હાથે થી મિક્સ કરો.
- 6
હવે સેવ પાડવા ના સંચા માં ચકરી ની જારી મૂકી તેમાં તેલ લગાવી,તેમાં આ મિશ્રણ નાખી,તડકમાં પ્લાસ્ટિક પર મુરખા પાડી દયો. અને 1 કે 2 દિવસ તડકે સુકવી દયો. હવે મુરખા ને ગરમ તેલ માં તળી ઉપયોગ માં લ્યો. આ રીતે વધુ માપ માં લઇ આખા વર્ષ માટે બનાવી શકાય છે.
- 7
બાળકો ને લન્ચ બોક્સ માં પણ આપી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16968839



















ટિપ્પણીઓ