દુધી ચણાની દાળનું શાક

દુધી ચણાની દાળનું શાક ગુજરાતી સ્ટાઇલમાં ગળપણ અને ખટાશવાળું બને છે અને ભાખરી પરાઠા અને રોટલી સાથે સ્વાદમાં સરસ લાગે છે
દુધી ચણાની દાળનું શાક
દુધી ચણાની દાળનું શાક ગુજરાતી સ્ટાઇલમાં ગળપણ અને ખટાશવાળું બને છે અને ભાખરી પરાઠા અને રોટલી સાથે સ્વાદમાં સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
ત્રણ ચાર કલાક પહેલા ચણાની દાળ પલાળી રાખવી અને દૂધીની છાલ કાઢીને તેના ટુકડા કરી રાખવા
- 2
કુકરમાં તેલ મૂકીને તેમાં રાઈ અને જીરું મૂકી તેમાં કઢી પત્તા અને મરચા વઘારમાં મૂકી તેમાં હિંગ નાખી અને તેમાં દુધી અને ચણાની દાળ વઘારમાં એડ કરવી.
- 3
પછી દુધી ચણાની દાળમાં
હળદર ધાણાજીરું મરચું મીઠું ટમેટા નાખીને બરાબર હલાવી લેવું અને પછી કુકર બંધ કરી દેવું - 4
કુકરની ત્રણ વિસલ થઈ જાય પછી ઉપર બંધ કરી દો અને પછી બે પાંચ મિનિટ પછી કુકર ખોલી લેવું અને પછી બધું બરાબર હલાવી લેવું
- 5
છેલ્લે તેમાં કોકમ અને ગળપણ એટલે કે ગોળ
નાખીને બરાબર હલાવી અને તૈયાર કરી લેવુ. - 6
દુધી ચણાનું ખાટું મીઠું શાક તૈયાર છે. આ શાક ભાખરી પરોઠા પુરી સાથે સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ