તંદુરસ્ત દૂધી-સાબુદાણા ની ફરાળી ખીચડી

આ વાનગી નો સ્વાદ એક્દુમ અલગ છે કારણકે અહીંયા આપણેદૂધી વાપરીએ છે બટાકા ના બદલે. બનાવાની રીત એજ પણ થોડું અલગ.
તંદુરસ્ત દૂધી-સાબુદાણા ની ફરાળી ખીચડી
આ વાનગી નો સ્વાદ એક્દુમ અલગ છે કારણકે અહીંયા આપણેદૂધી વાપરીએ છે બટાકા ના બદલે. બનાવાની રીત એજ પણ થોડું અલગ.
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને ધોઈ ને પાણી માં પલાળી લેવા (સાબુદાણા ડૂબે એટલુંજ પાણી ઉમેરી ને પલાળવું).દૂધી ને છોલી ને છીણી લો. મોળી સીંગ ને શેકી ને અધકચરા વાટી લો. આ બધું તૈયાર રાખો.
- 2
એક નોન સ્ટિક પૅન માં વઘાર માટે તેલ મુકો. તેમાં જીરું, મરી નો ભૂકો, સમારેલા લીલા મરચાં, વાટેલા આદુ ને મીઠો લીમડો આ બધું ૩૦ સેકન્ડ માટે સાંતળી લેવું. હવે તેમાં છીણેલી દૂધી નાખી ૧ મિનિટ માટે મોટા તાપે સાંતળી લેવું.
- 3
હવે ગેસ ધીમો કરી ને પલાળેલા સાબુદાણા, મીઠું ને અધકચરી સીંગ નાખી બરાબર હલાવી લેવું. ઢાંકણું ઢાંકી ને ઢાંકણા ની ઉપર પાણી નાખવું. ૨-૩ મિનિટ માટે રાંધવું.
- 4
હવે ઢાંકણું કાઢી ને ખાંડ નો ભૂકો ને લીંબુ નો રસ ઉમેરો. બધું એક સાથે હલાવી લો.૩ મિનિટ માટેય સતત હલાવતા રેહવું જેથી ખીચડી પૅન માં ચોંટે નહિ. ગ્સ બંધ કરી દો.
- 5
દાડમ ના દાણા ને કોથમીર ઉપર થી ભભરાવી ને ગરમ દૂધી-સાબુદાણા ની ફરાળી ખીચડી પીરસો.
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ